એક નાના એવા ગામની સીમમાં એક ખેડુત વાવણીની તૈયારી કરી રહ્યો છે
બળદોને શણગારીને અબીલ ગુલાલથી શુકન કર્યા છે , ખેડુતની પત્નિ પોતાના શોહામણા હાથે ધરતી પર મગ અને અડદથી સાથીયા કરી રહી છે
ગામે ગામ ચારણ્યુ આઈઓના મંદિર છે એવું જ આ ગામની સીમમાં પણ એક દેરું છે અને એ ચારણ્યુ આઈની દેરી પર આજે આ ખેડુત હરખમાં શ્રી ફળ વધેરીને આવ્યો છે..
જગદંબા જેવી દીકરી બળદોને પંપાળીને ગોળ અને રોટલી ખવડાવી રહી છે , ખેડુતની પાછળ પાછળ એનો 5-6 વર્ષનો દિકરો ફરી રહ્યો છે
જગતના સર્વે શુકન બસ આ બધા દૃશ્યમાં હોય એવું લાગી રહ્યું છે
બાજુના ખેતરનું કાઈંક જુદુ દૃશ્ય છે , બાજુના ખેતરવાળો અરજન વાવણી માટે હજુ ખેતર તૈયાર કરી રહ્યો છે...
ખેડુતે વાવણીની બધી તૈયારી પતાવી લીધી છે, ત્યાં જ દિકરી પાણી અને ચા લઈને આવતી દેખાઈ રહી છે
આ જોઈને ખેડુત બાજુના ખેતરના અરજનને ચા પીવાની હાકલ કરે છે .
અરજન અને બંને ચા પીયને બીડી પીતા પીતા વાતે વળગ્યા છે
ઘરધણી ખેડુત અરજનને કહી રહ્યો છે ઓણ સાલ તો બાજરાનું હારું બીયારણ શેરમાંથી લાવ્યો સુ ...ઈ વાવવાનો સુ , તું પણ આ બીયારણ જ વાવજે.. મારુ હાળુ બોવ બાજરો ઉપજે સે..
અરજન કે મારે પરમ દાડે વાવણી કરવી સે કાઈલ શેરમાં જઈને તારે સે ઈ જ બીયારણ લેતો આવુ.. પસી તો ઉપજમાં ધાયરુ ધણીનું થાય
આવી વાતો કરીને બંને છુટ્ટા પડે છે..
આવા દૃશ્યો જોઈ ખેડુતનું નાનુ ટાંબરીયુ કે જે ખેડુતની પાછળ પાછળ ફરી રહ્યુ હતું તેને નદીમાં જેમ પુર આવે એમ બાળ સહજ હ્રદયમાંથી પ્રશ્નોનું પુર આવ્યું છે .
હેં બાપુ આ બીયારણથી બોવ ઉપજ થાય.? ખેડુતે કીધુ હા દિકરા , જેમ બી હારુ એમ ઉપજ વધુ થાય
બાળ સહજ સ્વભાવ છે કે બધામાં પોતાની વસ્તુ સારી હોવી જોઈએ ..એ જ ભાવથી દિકરાએ કહ્યું બાપુ તમે તો અરજનકાકાને પણ કે'તા તા કે તું આ બીયારણ વાવજે.. તો પછી અરજનકાકાને આપડા કરતાં વધુ બાજરો થાહે તો
ખેડુતે હસીને જવાબ આપ્યો દિકરા ,હાંભળ પેલી વાત તો ઈ કે તમે હંધાયનું હારુ વિસારો તો તમારુ હારુ કરવા ઉપર વારો બેઠો... કો'કનું હારુ વિસાઈરસો એ તમને ઉપરવારો ખેતરને ખુણે ક્યાંક દઈ દેહે...
અને દિકરા બીજી વાત તમારે મબલખ બાજરો ખેતરમાંથી પેદા કરવો હોઈ તો બાજરા પર જે થુલ્લી ( પરાગ રજ ) બેસે એ સારા બાજરામાંથી થુલ્લી આવીને આપણા બાજરામાં બેસે તો જ મબલખ બાજરો થાય.. બાકી સારું બીયારણ હોય તો પણ હીણપ(ઓછપ) રેય..
તો આપણા બાજરામાં થુલ્લી(પરાગરજ)
પાડોશના ખેતરોમાંથી આવીને બેહે..એટલે પાડોશના ખેતરોમાં સારી જાતનો બાજરો હશે તો આપણા બાજરામાં હારી થુલ્લી બેહે અને બીજા કરતાં વધુ થાય કે નય ઈ તો આપણી માવજત ઉપર આધાર રેય.... આપણે બીજા કરતાં સારી માવજત કરશું તો આપણો બાજરો એના કરતાં વધુ થાહે..
ત્યાં દિકરો કહે કે.. હા , હવે હું હમજી ગ્યો.. અરજન કાકાને કેમ હાચી સલાહ દેવી જોઈએ આમાં અરજનકાકા ને આપણું બેયનું ભલું છે..
વાહ! મારો દિકરો હુશીયાર થઈ ગ્યો..
બસ આવું જ છે સ્પર્ધાત્મક પરીક્ષાનું છે, જેમ સારા બાજરાના ઉત્પાદન માટે માત્ર સારું બીયારણ જ નહીં પણ સારી થુલ્લી (પરાગરજ) પણ જરુરી છે...
એવી જ રીતે તમારી પાસે સારા પુસ્તકોનો સોર્સ હશે... બધુ જ હશે પણ તમે તમારા મીત્રોને એ શેર નહીં કરો તો તમારા બાજરામાં સારી થુલ્લી ( પરાગ રજ) નહીં બેસે..આપણા બાજરામાં પણ થુલ્લી બેસે જ છે એ છે વિચારોની થુલ્લી(પરાગરજ)
અને એ વિચારોની થુલ્લી તમારા બાજરામાં ત્યારે જ બેસસે જ્યારે બાજુના ખેતરમાં (વ્યકિતમાં)સારા વિચારોની થુલ્લી હશે ...
તમારે પાસ થવું હોય તો આસપાસના લોકોને પણ પ્રેરીત કરો...સારો સોર્સ વાંચતા કરો કેમ કે બાજુના ખેતરમાં પાકની અસર થાય તો વિચારવા જેવી બાબત એ છે કે બાજુવાળાના વિચારની કેટલી અસર થતી હશે ..
અને ઘણાને એવો ભય હોય કે જો હું એને બધુ કહી દઈશ તો મારાથી વધુ માર્કસ આવી જશે, એ પાસ થઈ જશે અને હું રહી જઈશ તો
યાદ કરો ખેડુતનો જવાબ.. એ તો તમારી માવજત પર આધાર રાખે, ભલે ને બીયારણ એક હોય ,તમે સારી માવજત કરશો તો પાક તમારો વધુ થશે જ
Be Positive
ગમે તો આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, જેથી તેમના વિચારો પણ પોઝીટીવ અને શક્તિશાળી બને...!!!
આહિર મહેશ સોલંકી
0 Comments