Ticker

6/recent/ticker-posts

મ્યુકરમાઈકૉસીસ

➡️ શુ છે મ્યુકરમાઈકૉસીસ ?


👉🏻 મ્યુકરમાઇકૉસિસ એ એક ફૂગજન્ય રોગ છે, જે તબીબીજગત માટે નવો નથી અને અગાઉ તે "ઝિગોમિકૉસિસ" તરીકે ઓળખાતો હતો.


 👉🏻 મ્યુકરમાઇસેટ્સ ફૂગસમૂહને કારણે થાય છે. તેને બોલચાલની ભાષામાં 'કાળી ફૂગ' તરીકે પણ ઓળખવામાં આવે છે.


👉🏻 આ ફૂગ 'તકવાદી' છે, તે આપણા પર્યાવરણમાં મોજૂદ હોય છે, સડેલાં પાંદડાં, પશુઓનાં મળ, સડેલી શાકભાજી અને ફળોમાં આ ફૂગ ઉત્પન્ન થાય છે.


➡️ મ્યુકરમાઇકૉસીસ શરીરમાં કેવી રિતે પ્રવેશે છે ?


👉🏻 નસકોરાં મારફત ફૂગના બીજકણ; ચામડી પરના ઘા, ઈજા, વાઢિયા, દાઝેલા ભાગ કે અલસર મારફત શરીરમાં પ્રવેશી શકે છે. તે શરીરના કોઈ પણ ભાગેથી પ્રવેશી શકે છે. પરંતુ જ્યારે કોઈની રોગપ્રતિકારક શક્તિ ઓછી કે નબળી હોય તો તેના ઉપર અસર કરી દે છે, સામાન્ય રોગપ્રતિકારક શક્તિ ધરાવનારને આ ફૂગ ખાસ નુકસાન નથી પહોંચાડી શકતી.


➡️ કોને આ બીમારી થી ખતરો વધારે ?


👉🏻 કોરોનામાંથી તાજેતરમાં બેઠા થયેલા દરદીની રોગપ્રતિકારક શક્તિ ઘટી હોય છે, જેમણે તાજેતરમાં અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય, જેમની કિડની કે કૅન્સરની સારવાર ચાલતી હોય, કિમો થેરપી ચાલતી હોય, ડાયાબિટીસ અનિયંત્રિત રહેતું હોય, તેમની ઉપર આ બીમારી અસર કરી શકે છે.

જોકે, આ એક ચેપી રોગ નથી.


👉🏻 જેમના લોહીમાં શ્વેતકણ ખૂબ જ ઓછા હોય (ન્યૂટ્રૉપેનિયા), જેમની લાંબા સમયથી સ્ટિરૉઇડવાળી ચામડીના રોગની દવા ચાલુ હોય, જેમના શરીરમાં લોહતત્ત્વનું પ્રમાણ વધુ હોય કે (હિમોક્રૉમાટોસિસ) હોય, જે બાળકનો સમય કરતાં વહેલો જન્મ થયો હોય અથવા જન્મસમયે ઓછું વજન હોય તેમને પણ આ ચેપ લાગવાનો ભય રહે છે.


🎯 મ્યુકરમાઇકૉસિસના પ્રકાર :-


👉🏻 રિનોસેલેબ્રલ મ્યુકરમાઇકૉસિસ

👉🏻 પલ્મૉનરી મ્યુકરમાઇકૉસિસ

👉🏻 ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનાઇનલ મ્યુકરમાઇકૉસિસ

👉🏻 ક્યુટેનસ મ્યુકરમાઇકૉસિસ

👉🏻 ડિસેમિનેટેડ મ્યુકરમાઇકૉસિસ



👉🏻 રિનોસેલેબ્રલ મ્યુકરમાઇકૉસિસ :-


આ પ્રકારમાં નસકોરાં તથા મગજને અસર કરે છે. નાક વાટે તે શરીરમાં પ્રવેશીને આંખ અને મગજને અસર કરી શકે છે. જેમનું ડાયાબિટીસ નિયંત્રણમાં ન રહેતું હોય અથવા તો જેમણે તાજેતરમાં કિડનીનું પ્રત્યારોપણ કરાવ્યું હોય તેમનામાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે.


👉🏻 પલ્મૉનરી મ્યુકરમાઇકૉસિસ :-


આ પ્રકાર ફેફસાંને સૌથી વધુ અસર કરે છે. જે દરદીઓને કૅન્સર થયું હોય, જેમની કિમૉ થેરપી ચાલતી હોય, જેમનું અંગપ્રત્યારોપણ થયું હોય કે સ્ટૅમસેલ ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેમને આની અસર થઈ શકે છે.


👉🏻 ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનાઇનલ મ્યુકરમાઇકૉસિસ :-


જે બાળકોનો જન્મ પ્રિ-મેચ્યૉર (અધૂરા મહિને) થયો હોય કે જેનું જન્મસમયે ઓછું વજન હોય, તેમનામાં આ બીમારી જોવા મળી શકે છે.


👉🏻 ક્યુટેનસ મ્યુકરમાઇકૉસિસ :-


સામાન્ય રોગપ્રતિકારક શક્તિ ધરાવનારી વ્યક્તિને પણ તે વિપરીત અસર કરી શકે છે. ઘા, ઈજા, ચીરા, વાઢિયા, કાપા વગેરે માર્ગે તે શરીરમાં પ્રવેશી શકે છે.


👉🏻 ડિસેમિનેટેડ મ્યુકરમાઇકૉસિસ :-


આ પ્રકારમાં બીમારી લોહી મારફત શરીરમાં ફેલાઈ શકે છે. તે મગજ ઉપરાંત ચામડી, હૃદય કે બરોળને અસર કરી શકે છે.



➡️ મ્યુકરમાઇકૉસિસનાં લક્ષણો :-


👉🏻 કોરોનામાંથી તાજેતરમાં બેઠા થયેલા દરદીને માથામાં દુખાવો થાય, તાવ વારંવાર આવે, દાંતમાં દુખાવો થતો હોય, સુગંધ જતી રહી હોય, ગળામાં દુખે, શ્વાસ લેવામાં તકલીફ પડે, નાકમાંથી લોહી પડે અથવા તો નાકમાંથી સ્રાવ ઝરે, વાસ આવતી હોય, અવાજ બદલી જાય એટલે સતર્ક થઈ જવું.

💡ડૉ. વી. એન. શાહ ગુજરાત સરકારની કોવિડ ટાસ્કફૉર્સના સભ્ય


👉🏻 દરદીમાં આંખો લાલ થઈ જવી, ડોળા બહાર આવી જતાં લાગે, આંખની ઉપર કે આસપાસના ભાગમાં અસહ્ય દુખાવો થવો, માથામાં સખત દુખાવો થવો, આંખની પાંપણ ખોલબંધ કરવામાં મુશ્કેલી થવી, એકના બદલે બે-બે દેખાવું જેવાં લક્ષણ દેખાય અને જો તેની કોવિડ-19ની હિસ્ટ્રી હોય તો તરત જ મ્યુકરમાઇકૉસિસની દિશામાં પરીક્ષણ હાથ ધરાવવામાં આવે છે.

💡 ડૉ. શૈલેશ પટેલ ઑથેમૉલૉજિસ્ટ


🔎 Source :- BBC Gujarati News 

Post a Comment

0 Comments