1 - RBC ( Red Blood Cell ) : રક્તકણ
2 - WBC ( White Blood Cell) : શ્વેત કણ
3 - ત્રાક કણિકાઓ (Platelets)
વિસ્તૃત માહિતી જોઈએ હવે...
RBC ( Red Blood Cell ) : રક્તકણ
🩸 ઉત્પતિ : લાલ અસ્થીમજ્જામાં
( ભ્રુણ અવસ્થામાં RBC નું નિર્માણ યકૃત(લીવર) તથા બરોળ માં થાય છે.)
🩸 નામ : એરીથ્રોનસાઈટ્સ
🩸 જીવનચક્ર : 120 દિવસ
🩸 આકાર : દ્વીઅંતરગોળ
🩸 આખા શરીરમાં ફરતા લાગતો સમય : 20 સેકન્ડ
🩸 દરેક સસ્તન પ્રાણીમાં RBC કોશકેન્દ્ર જોવા મળતું નથી
- પરંતુ ઊંટનાં RBC માં જોવા મળે છે.
- ઊંટનાં RBC નો આકાર સૌથી મોટો
- હરણના RBC નો આકાર સૌથી નાનો હોય છે.
🩸 મુખ્ય કાર્ય : RBC નું મુખ્ય કાર્ય રક્તમાં ઑક્સિજન નું પરિવહન કરવાનું છે.
🩸 RBC તથા રુધિર નો લાલ રંગ હિમોગ્લોબીન નામના રંજકદ્રવ્યો નાં કારણે હોય છે.
🩸 માનવ રક્તમાં હિમોગ્લોબીન ની માત્રા 12 થી 15 ગ્રામ પ્રતિ 100 મિલી જોવા મળે છે.
🩸 હિમોગ્લોબિન નાં કેન્દ્રમાં iron (લોહ તત્વ) હોય છે.
🩸 નોંધ :: અંતરિક્ષ કે માઉન્ટ એવરેસ્ટ જેવા ઊંચા પર્વતો પર થોડો સમય રહેવાથી RBCનાં કાઉન્ટ સંખ્યા અને આકાર બંને માં વધારો થાય છે.
🩸🩸 RBCનું પ્રમાણ માપવા માટેનું સાધન :: હિમોસાઈટો મીટર
WBC ( White Blood Cell) : શ્વેત કણ
🩸 ઉત્પતિ : મનુષ્યના શરીર માં સફેદ અસ્થીમજ્જામાંથી
🩸 નામ : લ્યુકોસાઈટ
🩸 જીવનચક્ર : 8 થી 10 દિવસ
🩸 આકાર : અનિશ્ચિત
🩸મોનોસાઈટ એ સૌથી મોટો આકારનો WBC
- લીમફોસાઈટ એ સૌથી નાના આકારનો WBC છે.
🩸 મુખ્ય કાર્ય : WBC નું મુખ્ય કાર્ય શરીરમાં હાનિકારક જીવાણુઓથી શરીરની રક્ષા કરવાનું ( શરીરના રક્ષા સિપાહીઓ)
🩸 સંખ્યામાં સૌથી વધારે ન્યુટ્રોફીલ પ્રકાર નાં WBC જોવા મળે છે..
🩸 RBC : WBC પ્રમાણ :: 600: 1
ત્રાક કણિકાઓ (Platelets)
🩸 ઉત્પતિ : મનુષ્યના શરીર માં લાલ અસ્થીમજ્જામાંથી
🩸મૃત્યુ : બરોળ માં
🩸 નામ : થ્રોમ્બોસાઈટ
🩸 જીવનચક્ર : 3 થી 5 દિવસ
🩸 કાર્ય : રુધિર ગંઠાવાની ક્રિયામાં જરૂરી
🩸ડેન્ગ્યુ જેવી બીમારીમાં શરીરમાં ત્રાક કણિકા (Platelets) ઓની સંખ્યા ઓછી થઈ જાય છે.
0 Comments