Ticker

6/recent/ticker-posts

ગુજરાતના નાનકડા ગામની દીકરી માત્ર 25 વર્ષે DYSP બની ! પિતા પણ કોન્સ્ટેબલ થી પ્રમોશન

 ગુજરાતના નાનકડા ગામની દીકરી માત્ર 25 વર્ષે DYSP બની ! પિતા પણ કોન્સ્ટેબલ થી પ્રમોશન

  આજના સમયમાં દીકરાઓથી વિશેષ દીકરીઓનું માન સન્માન વધી રહ્યું છે અને દરેક ક્ષેત્રઆમ આગળ વધી રહી છે. ત્યારે ચાલો આજે આપણે એક એવી દીકરી વિષે વાત કરીશું, જેને આપમેળે અનોખી સીધી પ્રાપ્ત કરી. માત્ર 25ની ઉંમરે DYSP બની ગઈ ! તમને જાણીને નવાઈ લાગશે કે તેમના પિતા પણ કોન્સ્ટેબલમાંથી પોલીસ ઇન્સ્પેકટરની કક્ષા સુધી પહોંચ્યા હતા. ચાલો આપણે આ દીકરીના જીવન વિષે વધુ માહિતગાર થઇએ અને જાણીએ કંઈ રીતે આ યુવતીએ પોતાના જીવનમાં સફળતા મેળવી હતી.


   સાબરકાંઠા જિલ્લાના એક ગામડામાં રહેતી એક યુવતી જેને પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દિવસ રાત મહેતન કરી,મનીષાબેન દેસાઈ હાલ 25 વર્ષની ઉંમર પહેલા જ DYSP બની ગઈ અને તેમના પિતાને સૌથી વધારે ગર્વ છે કારણ કે તેઓ પણ પોલીસ ખાતામાં જ ફરજ બજાવી રહ્યા છે. જે રીતે તેમના પિતા પણ અથાગ પરિશ્રમ થકી આગળ આવ્યા એવી જ રીતે તેમની દીકરી પણ પિતાના માર્ગે ચાલીને આજે આ સફળતા પ્રાપ્ત કરી છે.


   મનીષાબેનએતેમને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે. માત્ર 22 વર્ષની ઉંમરમાં જ તેને સિવિલ એન્જીનીયરીંગ પૂર્ણ કરીને જીપીએસસીની તૈયારી કરવાની શરૂઆત કરી હતી.23 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા જ તેમને વર્ષ 2018-19માં પ્રથમ પ્રયત્ને જ જીપીએસસીની મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી દીધી. જેના બાદ તેઓ આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે અંજારમાં કરજ ઉપર લાગ્યા હતા પરંતુ તેમનું લક્ષ્ય હજુ આગળ વધવાનું હતું.


  23 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા જ તેમને વર્ષ 2018-2019માં પ્રથમ પ્રયત્ને જ જીપીએસસીની મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી દીધી. જેના બાદ તેઓ આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે અંજારમાં કરજ ઉપર લાગ્યા હતા પરંતુ તેમનું લક્ષ્ય હજુ આગળ વધવાનું હતું.. કહેવાય છે ને કે, સપના ક્યારેય પુરા જ નથી થતા. મનીષાને જીવનમાં સફળતા મળી હોવા છતાં પણ તે પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહોતા, જેના કારણે તેમને તૈયારીઓ ચાલુ જ રાખી.


  પોલીસમાં આવવાનું સપનું મનીષાબેને નાનપણથી જ જોયું હતું. તેમને ગવર્મેન્ટ ફિલ્ડ પણ એટલે જ પસંદ કરી કે તે પોલીસમાં જોડાઈ શકે. મનીષાબેને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે પણ પોતાની ફરજ દરમિયાન ખુબ જ સારી કામગીરી કરી છે.મનીષાબેનના પીતાં બળદેવભાઈ દેસાઈ પણ પોલીસમાં છે. તેઓ પોલીસ કોન્સ્ટેબલમાંથી પ્રમોશન મેળવી અને પોલીસ ઇન્સ્પેકટરની કક્ષા સુધી પહોંચ્યા હતા. ત્યારે હવે તેમની દીકરી જયારે DYSP બની ગયા છે ત્યારે એક પિતાને પણ દીકરી ઉપર ગર્વ થઇ રહ્યે છે.
  આ ઘટના ખુબ જ સરહાનીય ઘટના છે, કારણ કે સમાજમાં આવા પિતા જો હોય તો દરેક દીકરીઓનું જીવન ઉજ્જવળ બની જાય છે. સમાજની નજરમાં દીકરી માત્ર પારકી થાપણ તરીકે જ જોવાય છે અને બસ એના લગ્ન કરીને તેના વિદાય અપાવી એજ જવાબદારી ગણે છે, પરંતુ ખરેખર આજના સમયમાં દીકરીઓને જો શિક્ષા આપશો તો તે આપમેળે પોતાની ઓળખ બનાવી શકે છે અને જીવનમાં ક્યારેય તેની સાથે કોઈપણ ના હોય તો તે એકલી પોતાનું ભરણ પોષણ કરીને પણ આત્મવિશ્વાસ સાથે જીવી શકે છે.

Post a Comment

0 Comments