Ticker

6/recent/ticker-posts

અંબાજી મંદિર વિશે

🎯 ગુજરાતની ઉત્તર દિશામાં અને રાજસ્થાનની સરહદ પર આવેલ અંબાજી ગુજરાતનું સૌથી મોટું અને સુપ્રસિદ્ધ યાત્રાધામ છે.


🎯 ભાદરવી પૂનમના મેળા સમયે 30 લાખ જેટલા યાત્રાળુઓ માં અંબાના દર્શનાર્થે પગપાળા તેમજ વિવિધ સંઘો સાથે માતાજીના ગુણગાન ગાતા આવતા હોય છે. 


🎯 અહીં મુખ્ય સ્થળોમાં અંબાજી શક્તિપીઠ, ભગવાન શ્રીકૃષ્ણના ચૌલકર્ણ (માથાના વાળ ઉતારવાની વિધી) સાથે સંકળાયેલ માનસરોવર કુંડ, દેવોને મહિસાસુર રાક્ષસના ત્રાસથી છુટકારો અપાવનાર અંબાજી માતાનું અસલ સ્થાન એવું અંબાજીનો ગબ્બર, સરસ્વતી નદીના ઉત્પત્તિ સ્થળ તરીકે જાણીતું કોટેશ્વર મંદિર અને તેની પાસે આવેલ પૌરાણિક વાલ્મિકી આશ્રમ, આરસની ભવ્ય કલાત્મક કોતરણી માટે પ્રખ્યાત કુંભારીયા જૈન દેરાસર તેમજ તેની પાસે આવેલ કુંભેશ્વર મહાદેવ નું મંદિર અને ત્યાંથી બે કિલોમીટર અંતરિયાળ વિસ્તારમાં આવેલ શ્રી રીંછડિયા મહાદેવ, દક્ષિણ ભારતના શિલ્પ સ્થાપત્ય અનુસાર રચના ધરાવતું કામાક્ષી મંદિર ઉપરાંત અજયમાતાનું મંદિર, ગાયત્રી મંદિર તેમજ ચુંદડીવાળા માતાજી નું સ્થાન જેવા ઘણા જાણીતા ધર્મસ્થળો આવેલા છે.


🎯 ધર્મસ્થળો ઉપરાંત પણ અહીં ઘણા પ્રવાસન કેન્દ્રો આવેલા છે જે અંબાજી ને માત્ર યાત્રાધામ પૂરતું સીમિત ન રાખતા દરેક પ્રકારના પ્રવાસીને લાંબા સમય સુધી રોકવા આકર્ષિત કરે છે. 


🎯 જેમકે અંબાજી થી વિરમપુર તરફ જતાં ૧૦ કિલોમીટર આગળ સેબલપાણી નામે ગામ આવે છે, જે કુદરતી સૌંદર્ય, આદિવાસી સંસ્કૃતિ અને ઐતિહાસિક ગુફાચિત્રો એ ત્રણેય બાબતોનો સમન્વય ધરાવતું ગામ છે. 


🎯 એવી જ રીતે અંબાજી થી 40 કિલોમીટર જેટલા અંતરે દાંતા તાલુકાના બે ગામો ગઢ મહુડી અને કાંટીવાસ નો વિસ્તાર ૧૧મી સદી થી ૧૬મી સદી સુધી આ વિસ્તાર પરમાર રાજાઓની રાજધાની હતી અને તરસંગ નામે જાણીતું સમૃદ્ધ નગર હતું.


🎯 અહીં પ્રાચીન પંચાયતન મંદિરો, મકાનો, મહેલો, શિલ્પો તેમજ વાવ ના અવશેષો ખંડિત અવસ્થામાં મળી આવે છે. 


🎯 વધુમાં અંબાજીની પ્રાચીન અરવલ્લીના પહાડોની હારમાળા માં આવેલ ટેકરીઓમાં ખમીરવંતી આદિવાસી પ્રજા વસવાટ કરે છે તેમજ તેમની ગૌરવરૂપ સંસ્કૃતિનો ઇતિહાસ આ ટેકરીઓમાં છુપાયેલો છે. 


🎯 અહીં મુખ્યત્વે ભીલ અને ગરાસિયા આદિવાસી પ્રજા જોવા મળે છે અને અંબાજી પાસે આવેલા નવા વાસકાંઠા, લોટોલ, જંબેરા, નાગેલ, ગુડા,  વિરમપુર, સનાલી વગેરે જેવા ગામો જોવા મળે છે.


સોર્સ :: @અતુલ્ય વારસો ટીમ 

Post a Comment

0 Comments